ને કોઈ આવીને ચરણે પડી ગયું
મારુ આખું હદય પીગળાવી ગયું .....
ને દીકરીની આંખના આંસુ લૂંછતા ,
બાપના આંખે અશ્રુ આવી ગયું !
માની લીધું કે આપણી વચ્ચે કંઈ નથી ,
ને સમણુ એક બીજાનુ આવી ગયું !
તમારા વિન એક પળ નહોતું ફાવતુ
ને આખી જીંદગી પછી ફાવી ગયું !
સૂકુ રણ હતું " શ્વેત "તારુ જીવન ,
કોઈ આવી ને ગુલાબ વાવી ગયું ...
મેવાડા ભાનુ " શ્વેત
24-07-2016
No comments:
Post a Comment