...........અધુરો પત્ર ....
"મારી યાદોમાં તમે કાયમ સમાયેલા છો
મારે મન તો તમે રાધા સંગ વખણાયેલા છો""
" એક વાત કહુ તો તો તમે મને પ્રિય છો
. . આગળ વધીને હજી કહુ તો મને અતિપ્રિય છો "
. . . જ્યારથી નજરો મળી હતી બસ ત્યારથી મારી નજરોમાં તમે સતત ઘુમ્યા કરો છો સાચું કહુ તો બસ એમજ ઘુમ્યા કરો તો ગમશે! કારણ
"જીવી નથી શકતો તારા વગર ઘડીએ ,
યાદોમાં થોડા રહો છો તો શ્વાસ લઇ લઉ છું"
મને એક પળ હજી યાદ છે એ પવનની લહેરખીને આજેય ભૂલ્યો નથી , યાદોમાં કાયમ રાખી છે કારણ એ છે
છે કે એ લહેરખી આવી ને તારા પ્રેમનો સ્પર્શ મળ્યો . તારી ફોરમી સુગંધીદાર એ લટો
પવન સાથ ઝૂલતી નહોતી એ બસ તારા ચહેરાને રમણીય બનાવતી અને મને આવકારતી હતી . મારુ મન તો એજ કહે છે
આખુ આયખુ જો મળે મને તને નીરખવાનું તો બસ તને હું નીરખ્યા કરું . તારી સાથે જાજી વાત થઈ નથી પણ જે થઈ છે એમા મારુ હદય રાજી છે . તું બોલે છે ત્યારે મારો કાન શૂન્ય થઈ જાય છે તારા એક એક શબ્દોને બે હોઠની માફક મારા કાન ને પ્રેમથી રસીલા બનાવી દે છે, ' તારા કારણે હું ચોર કહેવાયો છું , હા હું ચોર છું તારા પ્રેમનો , તારા દિલનો
તારી નીંદરનો , મને જે સજા આપવી હોય તો તું નીરાંતે વીચારજે ! પણ એક વાત યાદ રાખજે સજાનું વિચારતી વિચારતી મારામાં ન સમાતી !!! મને હસવું આવે છે આ વાતથી ,
"આપે જો સજા પ્રેમથી તો સ્વીકારી લઉ આયખું ,
મારે મન તો બસ એજ પ્રેમનુ આયખું.."
"મળવાની ઇચ્છા તો એટલી બધી છે મારી
તારાઓની જગ્યાએ હોય બસ બારી , બારી""
"તું કેમ છે એ જ મારો પ્રશ્ન રહેવાદે ,
એમ કહેવાનો થોડો હક રહેવાદે !"'
મારો પત્ર અહિ સમાપ્ત નથી થતો , તારા જવાબ વગર પત્ર મારો નથી રહેતો ! તારા જવાબ ની રાહ સાથે માટે અહિ હું પૂર્ણ વિરામ બાદ રાખુ છું ......!!!
બસ ...હું .. તારો ..
. . . . . . . . . . પ્રિય ....
.....................
No comments:
Post a Comment