ખબર નહિ આ ક્યારનો તરસતો હતો ,
પડ્યો ત્યારે વરસાદ ખાસો પડ્યો .
હારીને જ બેઠા હતા આ પાંડવો ,
જીતવા બેઠા તો ફરી એવો પાસો પડ્યો .
અંતે થયા નથી ગુમનામ અમે ,
ગયાનો રાખનો ખુલાસો પડ્યો !
સુદામો ક્યાં જાય છે ખાલી હાથે ?
તાંદુલની પોટલીમાં પ્રેમ ખાસો પડ્યો
ધોધમાર પડ્યો ભલે આ વરસાદ ,
શ્વેત " તમારા વિન હજીએ પ્યાસો પડ્યો !
શ્વેત " મેવાડા ભાનુ
No comments:
Post a Comment