Friday, November 29, 2024

તારી સાથેની
મને ગમતી પળ 
તે બ્લ્યુ સાડીમાં મને
ગુલાબ આપી
સીડી પર ચઢતી વેળાએ આપેલી મુસ્કાન
એથી વિશેષ
તારી હથેળી 
મારા હાથમાં મૂકી
ત્યારે થયેલો
અહેસાસ...
તારા ટેરવાથી લૂછેલા મારા નિર્દોષ આંસુ!  
અને 
કપાળે લગાવેલો મલમ
સાથે તારા પ્રેમનો સ્પર્શ.



Ansh khimatvi 



No comments:

Post a Comment