પણ તું સ્વપ્નમાં આવી જગાડે છે
આ જાગવું સહેજ અલગ છે
સ્વપ્નમાં જ ખોવાઈ રહેવું વધારે સારું
સ્વપ્નમાં સમય પાછો મળ્યો હોય એવું લાગે છે
અને તું પણ....
જાગ્યા પછી તો હાથ ખાલી થઈ જાય છે
ના તું હોય
ના તારા હોવાનો અહેસાસ
હોય છે તો ફકત
વિખૂટા પડ્યાનું
આંખનું દર્દ!
શું તને એવું થાય છે ક્યારે?
= અંશ ખીમતવી
No comments:
Post a Comment