Tuesday, May 11, 2021

તને યાદ છે?

તને યાદ છે?
મેં કીધું તું કે તારો હાથ કેટલો સુંદર છે!
તે જરાક હસીને કહ્યું ,"બધાનો હોય"
હશે,
પણ
મારા માટે 
સૌથી સુંદર 
તારો જ હાથ હોય ને!
કારણ 
મારી આંખોમાં જોઇલે
કોણ સમાયેલું જોનારમાં....

- અંશ ખીમતવી 

No comments:

Post a Comment