મને ઘેરી રાત બહુ ગમે છે
અને એમાંય સ્વપ્નો.
કારણ કે એ સ્વપ્નોમાં મારી
અભિલાષા પૂર્ણ થાય છે
મારી અંતિમ ઈચ્છા એટલે તું
રાત પડતા જ્યારે પાંપણો
હળવેકથી પથરાય છે
ત્યારે
એક નવો જ સૂર્ય ઉગે છે
અને એ રાત્રીમાં
મારે પાસે તારા હોવાના
અજવાળા
હોય છે.
- ansh khimatvi

No comments:
Post a Comment