Saturday, November 7, 2020


દુઃખ પોતાનું કોઈ સહેતું નથી ,
સુખમાં તો પાસેથી ખસતું નથી !

છો તમે દૂર તો મને ગમતું નથી ,
સૂર્યનું કિરણ જો આથમતું નથી 

ચહેરો સામે આપનો આવ્યા કરે ,
લાગે તમને એકલું ગમતું નથી ! 

ને સતત કોઈ મને જોયા કરે ,
 બંધ બારી કોઈ ત્યાં કરતું નથી! 

પાંદડા ફરફર કેવા ગાયા કરે ,
પાસે બેસી કોઈ સાંભળતું નથી!

- અંશ ખીમતવી


No comments:

Post a Comment