Thursday, November 5, 2020

તને યાદ કરીને કવિતા કે
ગઝલ લખવી સહેલી નથી...
હું તારી જેમ લાગણીહીન નથી 
કે તારા જેવું મૃત દિલ નથી
કે રણ નયન નથી
મારી પાસે કોમળ
અત્યંત લાગણીશીલ ,પ્રેમાળ હદય છે
જે કોઈના માટે હતું
અને એ કોઈ તું હશે
એ મને ખબર ન હતી!!
એટલું લખતા લખતા કાગળ ગળી ગયો!
અને
હું એમાં ઓગળી ગયો!

-ansh khimatvi

No comments:

Post a Comment