Saturday, August 22, 2020

ગીત...

આવને ભીંજાઈ જઈએ વરસાદમાં...
કુદરતના પ્રેમ તણા પ્રસાદમાં....
આવને ભીંજાઈ જઈએ વરસાદમાં...

ક્યારનું તપતું હતું તનમન રણ તમારૂ
મૃગજળોના ઝાળમાં ફરતું મન તમારું 
એકમેક થઈ જઈએ વીજળીના નાદમાં
આવને ભીંજાઈ જઈએ વરસાદમાં......

જોબનનું આ વરસ આપનું વીતી જશે,
હૈયાની વાતો મનમાં રહી જશે....
એક નામ કોતરી લો પ્રેમની યાદમાં.....
આવને ભીંજાઈ જઈએ વરસાદમાં....

- ansh khimatvi

No comments:

Post a Comment