રસ્તે ચાલતા માણસો પૂછે કેમ ચાલે ધંધો ?
મંગો મોઢું મરડીને બોલે સાલું સાવ ચાલે મંદો !
રસ્તે ચાલતા માણસો પૂછે કેમ ચાલે ધંધો ?
બે હજાર ને વીસનું વરસ કેમ કરી વિસરાશે,
છોકરાઓના છોકરાને દાદા વ્યથા જણાવશે
કોરોનાના ભરડાએ વિશ્વનો તોડી લીધોતો કંધો
રસ્તે ચાલતા માણસો પૂછે કેમ ચાલે ધંધો ?
થોડી મનમાં હીમ રાખો કાલે સૂરજ ઉગશે,
તેજી મંદી આવ્યા કરે, દ્વાર નવા ખૂલશે !
હતો એવો, હસતે મુખે બોલશે પાછો મંગો !
રસ્તે ચાલતા માણસો પૂછે કેમ ચાલે ધંધો?
- ansh khimatvi
No comments:
Post a Comment