Saturday, August 1, 2020

ખબર ન હતી મને ! ( તારી સાથેની છેલ્લી વાત ચીત કરતા )

એવી ખબર ન હતી કે આભ ફાટી પડશે,
અને વિરહનો વરસાદ વરસવા લાગશે
સદા ખળખળ વહેતુ પ્રેમનું ઝરણું બે ફાંટામાં 
ફેલાઈ જશે! 
હૈયાનું ફૂલ કરમાઈ જશે,
સદા ગમતી આ સાંજ ગમગીન થઈ પડશે
હસાવતી  તારી યાદો 
આંસુઓમાં ફેરવાઈ જશે,
ખબર ન હતી મને
કે 
તું હમેશા માટે તું દૂર થઈ જઈશ
આપણી પ્રેમની સાંકળ 
પળવારમાં તૂટી જશે !
સાચે જ ખબર ન હતી મને કે સપનામાં ઉગી જતી સવાર 
ઓશિકાને ભીંજવી દેશે,
એ દિવસ 
પ્રેમના તાંતણાનો  છેલ્લો દિવસ બની જશે,
સાચે જ 
પ્રિયે!
ખબર હોત તો 
આ ટેરવું બે મિનિટ માટે અટકી ગયું હોત !!

- અંશ ખીમતવી

No comments:

Post a Comment