દૂર ખસ / - અંશ ખીમતવી
જિંદગીભર મારવાની વાત છે તો દૂર ખસ ,
દિલ પરસ્પર આપવાની વાત છે તો દૂર ખસ!
ચાલવા દે જેમ ચાલે એમ મારી જિંદગી ,
ફાલતુ બસ જાણવાની વાત છે તો દૂર ખસ!
સિંહ માફક ચાલવું જો હોય તો તું વાત કર,
કોઈ રસ્તે ચાલવાની વાત છે તો દૂર ખસ !
પાવડો લે ,ખેતરે પરસેવો પાડી તું શકે ?
હાથરેખા જાણવાની વાત છે તો દૂર ખસ!
'અંશ' આજે છોડવાને વાવવાની માંગ છે,
ઝાડવાને કાપવાની વાત છે તો દૂર ખસ !
- અંશ ખીમતવી
No comments:
Post a Comment