કે હું પણ કોઈને ચાહીશ,
એ પણ મને ચાહશે,
ને પછી એક બીજાની આંખોમાં આંખ
પરોવીને અપલક બેસી રહીશું
ઉછળતા દરિયાના કિનારે.
તો ક્યારેક હાથમાં હાથ રાખી ફરશું
ઉપવનમાં,
કયારેક એના ખોળામાં માથું રાખીશ,
અને એ સુંદર આંગળીઓ વાળમાં ફેરવશે,
હા, મેં પણ સેવ્યું હતું પ્રેમનું પાણી સીંચીને સ્વપ્ન !
સાચું પણ પડ્યું,
અને
કાચની માફક તૂટી પણ ગયું
એક જ પળમાં. .
આખરે સ્વપ્ન તો સ્વપ્ન ..
Ansh khimtvi...
No comments:
Post a Comment