Monday, May 11, 2020

ગઝલ

વાત મારી એને સમજાતી નથી,
મજબૂરી છે,કાઈ હું રાજી નથી !

કોક દિવસ તો લે તું મારી ખબર ,
ને હવે તો  ઉંમરે જાજી નથી ! 

ઓરડામાં ખાટલો લાવી દે તું ,
આજ' મા'ને થોડી કે ખાંસી નથી ! 

ને નજર પણ તારી સામે નહિ કરું,
  બેવફા  છે તું સનમ, પ્રેમી નથી ! 

સાવ ખોટા આંસુઓ ના પાડ તું,
આતે  સાચા પ્રેમનું પાણી નથી ! 


- અંશ ખીમતવી 






No comments:

Post a Comment