નહિ મળો તો જિંદગીમાં ચાલશે,
અમ ને તો , નારાજગીમાં ચાલશે !
ચાંદ છોને વાદળોમાં છૂપાયો ,
આપ છો તો પસંદગીમાં ચાલશે !
દુઃખના મહેલોને જોઈતા નથી
સુખ હશે તો સાદગીમાં ચાલશે.
દિલના દ્વારો બંધ કાયમ રાખું છું,
આપ ને પરવાનગીમાં ચાલશે !
વાત કહેતા હોઠ પણ અટકી ગયા,
'ના' હશે તો ખાનગીમાં ચાલશે !
- ansh khimatvi
No comments:
Post a Comment