તને યાદ છે ?
એક દિવસ તે બળતા બપોરે
ભર ઉનાળામાં મને કોલ કરીને
કહ્યું હતું ,'અંશ,માથે રૂમાલ બાંધી લે જે
ગરમી બહુ છે લૂ લાગી જશે !
અને મેં તારી વાતો ક્યારેય અસ્વીકારી નહોતી,
આજે
મારી એકલતામાં
જુદાઈના દર્દનું
આંખોમાં ધોધમાર ચોમાસું બેઠું છે
ત્યારે તું
કોલ કરીને
નહિ કે, અંશ, રૂમાલથી આંસુઓ.....
- અંશ ખીમતવી

No comments:
Post a Comment