Saturday, February 22, 2020

હવે બળતી બપોરે કે 
અડધી રાતલડીએ યાદ તને નહિ કરું રે....
જા, સુખથી રહેજે ફરિયાદ નહિ કરું રે....

દીધા છે દર્દ એવા કે કાગળીયે ન લખાય
લખવા જતા રે કાગળના દલ વીંધાય....
મારુ રક્ત ભલે નદીયુ નીર વહેતુ રે....
હવે બળતી બપોરે કે.......

વિભુથી રે આગળ વિશ્વાસ રાખ્યો  રે...
તુને મારા કાળજાના મંદિરમાં રાખ્યા રે....
એ જ દલ તુજ પ્યાર કાજ તડપતું રે..
હવે બળતી બપોરે કે....

હવે બળતી બપોરે કે 
અડધી રાતલડીએ યાદ તને નહિ કરું રે....
જા, સુખથી રહેજે ફરિયાદ નહિ કરું રે....

- અંશ ખીમતવી

No comments:

Post a Comment