Monday, October 28, 2019

તને ક્યાં પડી છે !

તને આ આકાશની ક્યાંય સીમા દેખાય છે ? કે આ ધરતીનો છેડો ક્યાંય ભાસે છે?
મારો તારા પ્રત્યેનો પ્રેમ પણ એટલો જ ગાઢ અને અસીમ છે.
પણ તું છે કે હંમેશા છબછબિયાં કરતી રહી છે આજે પણ
હું તારા એક સંદેશની ચાતક સમી વાટ જોતો હોઉં છું, પણ તને ક્યાં પડી છે
કોઈના પ્રેમને તૃપ્ત કરવાની !
તને પડી છે માત્ર ને માત્ર
સમય પસાર કરવાની....
અને જુઠા પ્રેમની રમત રમવાની..

- અંશ ખીમતવી

No comments:

Post a Comment