પ્રેમમાં ક્યારેય કોઈની
લાગણીઓ સાથે ન રમવું...
તમે સમય પસાર કરતા હો
પણ
સામે વાળો જીવ રેડીને તમને
પ્રેમ કરતો હોય તો !
તમે જુદા થઈ જીવનમાં ખોવાઈ જાઓ
પણ સામે વાળાનું શુ?
તમે જિંદગીની નવી શરૂઆત કરી દો
પણ એના ભૂતકાળનું શું?
જે શ્વાસ પણ તમારા નામનો લેતો હોય !
સતત યાદમાં ઝુરતો હોય,
જેનું આંખોનું પાણી ઝરણું બની વહેતુ હોય,
જે સાથ સંગાથ માંગતો હોય
ખેર ,
જવા દે
તને
મારી કવિતાનો અર્થ નહિ સમજાય !
-અંશ...
No comments:
Post a Comment