ડૂબતાને જેમ
પાંદડું મળ્યાનો
આનંદ હોય
એમ
મને
પણ તું મળ્યાનો આનંદ હતો,
મને એમ કે હવે હું
દરિયો તારા સહારે પાર કરી
જઈશ ,
તાજગી ભરી જિંદગીની શરૂઆત કરીશ ,
મુશ્કેલીઓને હરાવી દઈશ ,
તે ફક્ત પ્યાર નહિ પણ મારી બનીને
સાથ આપ્યો હતો ,
તો
તે મને
ડૂબાડયો કેમ ?
-અંશ ખીમતવી
No comments:
Post a Comment