આઠમા ધોરણ સુધી બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપો...બસ એ હેતુથી...
ગુજરાતીઓના બાપાઓને અંગ્રેજીનું ભૂત વળગ્યું છે,
મારુ છોકરું કેવુ જબરું એબીસીડીને વળગ્યું છે.
ગુજરાતીઓના બાપાઓને અંગ્રેજીનું ભૂત વળગ્યું છે !
માંડ માંડ જીભ ઉપડે બિચારાને, ડેડી,ડેડી બોલાવે ,
ઘોડિયામાં હજી સૂતું છે અંગ્રેજી હાલરડાં
ગાવે ,
ખબર નહિ કયા પીપળેથી આ ભૂત ઉતર્યું છે !
ગુજરાતી બાપાઓને અંગ્રેજીનું ભૂત વળગ્યું છે !
માનું ધાવણ ભૂલી ગયા છે , પાવડરથી રાજી કરે ,
ઘરની સંસ્કૃતિ ભૂલી ને હેલો , હાજી કરે !
કોણ જાણે ! કઈ શેરીમાંથી હડકાયું કૂતરું કરડયું છે
ગુજરાતીઓના બાપાઓને અંગ્રેજીનું ભૂત વળગ્યું છે !
ગુજરાતીઓના બાપાઓને અંગ્રેજીનું ભૂત વળગ્યું છે,
મારુ છોકરું કેવુ જબરું એબીસીડીને વળગ્યું છે.
ગુજરાતીઓના બાપાઓને અંગ્રેજીનું ભૂત વળગ્યું છે !
- અંશ ખીમતવી
No comments:
Post a Comment