શીર્ષક : ઝાડ
શબ્દ સંખ્યા :127
મયંકકાકા આ ઝાડ ખરેખર અહીં શોભતું નથી. એમ કરો આ ઝાડને તમે અત્યારે જ મૂળ સમોત કાઢી નાખો એટલે તમારા ઘરની રોનક આવે. સાચું ચાર ચાંદ લાગી જશે ! અજય આગળ ગયો અને વચ્ચે સૂરજકાકાનું ઘર આવ્યું. ત્યાં પણ તેને ઘર આગળ ઝાડને જોઈ ને હટાવવાનું કહ્યું , પણ સૂરજ કાકા એક ના બે ન થયા.અને અજયે ત્યાંથી ચાલતી પકડી. અજયે આજ સુધી કેટલાય ઝાડને જીવતા કપાવી નાખેલા. અજય અને ઝાડને કેમ જાણે જન્મો જન્મનું વેર હોય ! અજયને જોઈને તો ઝાડ કંપી ઉઠતા.. રીતસર ધ્રૂજવા લાગતા..જાણે કાળ ભણી આવ્યો હોય !
અજય રસ્તો કાપતો ગયો. તડકો ખૂબ તપી ગયો હતો. સૂરજ આગના ગોળા વરસાવતો હતો. ગરમ ગરમ લૂ લાગતી હતી એટલે અહીં બસ સ્ટેન્ડે જ થોડીવાર રોકાવાનું વિચાર્યું. ચા નાસ્તો કર્યો. અને અજયે એક ઘટાદાર ઝાડનીચે આરામ કરવા લંબાવ્યું...
- અંશ ખીમતવી
No comments:
Post a Comment