Saturday, April 13, 2019

કાલ કોને દેખી છે ?
શુ થશે ,
અરે એક પળ પછી પણ શું
થશે કોને ખબર હોય ,
તેડું આવી જાય અને
મને ધામધૂમથી મૂકી જાય
શાંતિ ધામમાં....
હું
પોઢી જાઉં અનંત ભર નિદ્રામાં...
કદાચ ચમત્કાર થાય,
રાખની ડમરીઓ વાયરનાં જોરથી
ફંગોળાવા લાગે ,
અને તારા ઘરના બારીએથી
ભીતર આવી જાય
તો
તું
પારખી લેજે ,
અને તારા દિલમાં સમાવી લેજે.

- અંશ ખીમતવી

No comments:

Post a Comment