Sunday, January 6, 2019

ગઝલ

નથી જોવા સપના તમારા ,
નથી જોવા ચ્હેરા તમારા

બહુ પીડા આપી તમોએ,
સ્વીકારું દિલાસા તમારા !

પરાયા થઈ ને કહો છો ,
સદાયે દિલોમાં તમારા !

લખીલો હવે નામ એનું,
હથેળી સજનવા તમારા

જીવી લેશું યાદો કરીને
પ્રણયના નશામાં તમારા

અંશ ખીમતવી

No comments:

Post a Comment