Wednesday, January 2, 2019

બાળગીત

ચાલો કોઈ તો ખુશ થાય છે ભલે એ નાનકડા બાળકો જ હોય...... એ માની ને બાળગીતો પણ લખતો હોઉં છું.... કંઈક મૂકીને જાઉ છે બસ.... બાકી જિંદગીમાં ક્યાંય કઈ લઈ જવાનું છે..

આજનું ગીત


ચાલો બાળકો વૃક્ષોને સમજીએ
ચાલો બાળકો વૃક્ષો વાવીએ....

જીવન જીવવા શ્વાસ આપે ,
વરસાદને એ તાણી લાવે.....

બળતા બપોરે શીતળતા આપે
પક્ષીઓને આશરો આપે...

ટેબલ,ખુરશી ,બળતણ આપે
કાગળ ,ગુંદર ખુશીથી આપે

જીવન આખું ઉપકારો કરે
ના કદીએ વળતર માંગે !

ચાલો બાળકો વૃક્ષોને સમજીએ
ચાલો બાળકો વૃક્ષો વાવીએ....

અંશ ખીમતવી

No comments:

Post a Comment