Tuesday, January 1, 2019

અંશ ! ચિંતા ન કર
ભલે દોસ્તોએ સાથ છોડ્યો,
ભલે કિસ્મતે અશ્રુ રાગ છોડ્યો,
એકલો પડી ગયો છે તેથી શુ છે ?
આજે ભલે તું એકલો ચાલે છે,
બધાનો હસી પાત્ર બને છે,
એ બધું ન વિચાર
દુનિયા જે વિચારે એ વિચારવા દે...
તું એ માની ને હારી ને ન બેસીશ,
તું ખુદ શક્તિમાન છે , તું ખુદ અખૂટ તેજ છે
વિશાળ દરિયો છે..
ડર શેનો છે, મોતનો ?!
તો એ તો સત્ય છે સ્વીકારી લે
ન હાર તું ન હાર તું
સંઘર્ષ કર સંઘર્ષ કર...

અંશ ખીમતવી

No comments:

Post a Comment