ગઝલ.....
રાત આખી જાગવાનું હોય છે
એ રીતે પણ ચાહવાનું હોય છે
આંબવાનું હોય જો આકાશે તો ,
થાક વિના ઉડવાનું હોય છે !
પામવાનું ફક્ત ના હો પ્યારમાં ,
પ્યારમાં એ ત્યાગવાનું હોય છે!
વીંધવાનું બાદમાં સચ થાય છે
તે પ્રથમ તો તાકવાનું હોય છે.
"અંશ" તારા દિલ મહીં જો હોય તો,
પ્રેમથી દિલ સ્પર્શવાનું હોય છે !
અંશ ખીમતવી
No comments:
Post a Comment