Tuesday, December 11, 2018

ગઝલ


રાત આખી જાગી જાગી જાય છે,
આપને શુ મારા જેવું થાય છે ?

કોને ભર ચોમાસે ટાઢક થાય છે ,
વર્ષોથી મળવાની દિલમાં લ્હાય છે !

જ્યારે જ્યારે તું નિકટથી જાય છે,
ચો તરફ સુગંધી વાયુ વાય છે !

એ ગઝલ એકાંતમાં મારી રટી,
એ મનોમન કેવી તે હરખાય છે.

"અંશ"ને સામા મળે છે જ્યારે તે,
નીચું જોઈ ને ઘેલું શરમાય છે.

અંશ ખીમતવી.

No comments:

Post a Comment