Saturday, December 29, 2018

બાળગીત

બાગમાં ઉડતા જોને પતંગિયા,
બાગમાં ઝૂમતા જોને પતંગિયા.

ફૂલની ફોરમ ચુમતા પતંગિયા,
ખુશીઓના ગીતડાં ગાતા પતંગિયા

બાળકો પકડવાને દોડતાં પતંગિયા,
વાયરાની સંગાથે ઝૂલતા પતંગિયા.

એક, બે, ત્રણ ,ચાર ગાતા પતંગિયા,
બાળકોને વ્હાલા લાગતા પતંગિયા..

અંશ ખીમતવી

No comments:

Post a Comment