આજ કાલ ઘણા કિસ્સાઓ જોવા મળે છે કે બે પ્રેમી પંખીડાઓએ જીવન ટૂંકાવ્યું .એ વિષય પર બે બોલ રજૂ કરું છું..
સાચા પ્રેમીઓ ક્યારેય આત્મહત્યા કરતા નથી જે આ પ્રકારનું ખોટું પગલું ભરે છે એને પ્રેમ કરવાનો કોઈ હક નથી.એ માણસ નથી નપુંસક છે . સાચો પ્રેમ હમેશા ત્યાગ અને અમીથી ભરેલો હોય છે ભલે બે શરીર એક ન થાય એની કોઈ પરવા કરતા નથી કારણ કે એમનો આત્મા કાયમને માટે એક થયેલો હોય છે.
કેટલી યોનીઓમાં પ્રવેશ પછી માણસ જીવન મળ્યું છે તો આ મોંઘો મનખો શુ કામ વેડફી નાખો છો. હું જાણું છું કે પ્રેમ થયા પછી એની ઝંખના શી હોય છે. પણ એનો મતલબ એ તો નથી કે કાયમને માટે જીવ આપી દેવો ! તમે તો દુનિયા છોડીને જાઓ છો પણ પાછળ કેટલાય ને રડતા મુકી ને જાઓ છો એની પૂરતી તમને જાણ નથી હોતી....
મિત્રો , જે મળ્યું છે જીવન એને પ્રેમથી જીવો એને પ્રેમ કરીને જીવો...
અંશ ખીમતવી
No comments:
Post a Comment