Saturday, November 24, 2018

બાળગીત

બની ઠનીને આજે હું
મેળો જોવા જાઉં છું
માથે મજાની ટોપી પહેરી
ચશ્મા લગાવી જાઉં છું
બની....

પપ્પાની આંગળી પકડી
ઠુમક ઠુમક ચાલુ છું
રસ્તો જાજો દૂર નથી
ડગલે કાપતો જાઉં છું

બની ઠની ને આજે હું
મેળો જોવા જાઉં છું.

અંશ ખીમતવી


No comments:

Post a Comment