Thursday, November 22, 2018

ગીત

નાના નાના છોકરાઓ ગુજરાતી ગીતોને ગણગણતાં જોઉં ત્યારે એમનો ઉત્સાહ વધારવા એજ રાગને લઈ ને અભ્યાસમાં ધ્યાન દોરવા પ્રયત્ન કરું છું ...

છોરાઓ તમે નિશાળમાં જાઓ તો
લાગો જબરા.....
છોરાઓ તમે ભણવા જાઓ તો
લાગો જબરા.....

છોરાઓ તમે પ્રાર્થના કરો તો
લાગો જબરા....
છોરાઓ તમે ભણવા બેસો તો
લાગો જબરા......

છોરાઓ તમે ગણવેશ પહેરો તો
લાગો જબરા...
છોરાઓ તમે વિદ્યા શીખો તો
લાગો જબરા....

છોરાઓ તમે ચોખ્ખાઈ રાખો તો
લાગો જબરા
છોરાઓ તમે વિનય શીખો તો
લાગો જબરા.....

છોરાઓ તમે નિશાળમાં જાઓ તો
લાગો જબરા....
છોરાઓ તમે ભણવા જાઓ તો
લાગો જબરા...

અંશ ખીમતવી...

No comments:

Post a Comment