Sunday, October 28, 2018

રુવાડા બેઠા કરે એવો લેખ...

મિત્રો....જો તમને એવું લાગે કે મને ભગવાને એકલા ને બહુ દુઃખ આપ્યું છે તો એ વાત સાચી નથી મને પણ એટલું જ દુઃખ આપ્યું છે પણ શું કામ ચિંતા કરવી છે....એવું લાગે તો ખૂણામાં જઇ ને રડી જાઓ...પણ દુઃખની સામે ક્યારેય હાર ન સ્વીકાર શો... કારણ કે ઉપરવાળો આપી આપી ને શુ મોત જ આપવાનો બીજું શું આપશે....તો એને પણ ચેલેન્જ આપી દો કે હું આમ હાર નહિ માનું ...ભલે જે થવાનું હોય એ થાય..... આ ધરતી ફાટી નીકળે.....અરે આકાશ સળગી ઉઠે પણ હું કયારેય હાર નહિ સ્વીકારું.... મુઠીઓ વાળો અને દોડ લગાવો મિત્રો જીત આપણી જ છે...અરે ભગવાનને પણ પછી કહેવું પડે છે ....

અરે વાહ માનવી વાહ........! કાળા રો માથાવાળો વાહ રાખ્યો હો રંગ.......!.
આજ કાલ માનસિક બીમારીઓ ભાગદોડના સમય માં દિન પ્રતિદિન વધી રહી છે તો એનાથી પણ કશી ડરવાની જરૂર નથી મિત્રો....

જ્યારે આપણ ને તાવ આવે પેટમાં દુઃખે ત્યારે દવાખાને જઈએ જ છીએ બસ એવી જ રીતે મનમાં પણ બીમારીઓ થાય તો પછી શું કામ મનમાં ને મનમાં મૂંઝાઈને મરવાનું......આટલા બધા ડોક્ટરો બેઠા જ છે ને ! ચિંતા કરવાની કોઈ જરૂર નથી ....દવાખાને જઈને એનો ઈલાજ કરાવો....એમાં કઈ આપણે મરી નહી જવાના.... એકવીસમી સદી છે મિત્રો આપણે આમ મૂંઝાઈને નહિ મરવાનનું...આ બધી અવનવી ટેકનોલોજી છે આપણા માટે.......

સમાચાર વાંચીએ તો રોજના બે ચાર તો આવા કિસ્સાઓ આવતા હોય કે એને આત્મહત્યાં કરી..મિત્રો આત્મહત્યા કોઈ એક જ દિવસમાં થતી નથી એ ઘણા મહિના વર્ષો નો વિચારોનો સમૂહ છે.... ત્યારબાદ અંતે વ્યક્તિ એ તરફ દોરાય છે... પણ ખાસ એ કે વ્યક્તિ કોઈને પોતાની મૂંઝવણ દિલ ખોલીને કહી નાખે તો એ જીવન ચોક્કસ પણે બચી જાય.......

મિત્રો જાગવાની જરૂર છે....... આપણે....
આપણા ગામ માટે આપણા દેશમાટે કંઈક કરીને જઈએ...

બોલો મિત્રો.... જાગીશુને....?

અંશ ખીમતવી

No comments:

Post a Comment