ઓ સાહેબા રે....ઓ સાહેબા રે
મને કાંટો વાગ્યો છે તારા પ્રેમનો રે .....
ઓ સાહેબા રે ઓ સાહેબા રે.....
ઓ પાતળી ....ઓ પદમણી રે .....
મને કાંટો વાગ્યો છે પ્રેમનો રે ......
મને કાંટો વાગ્યો છે પ્રેમનો રે......
હે....તું અષાઢીયો મેહુલો......
હું... તરસતી તારી ઢેલુડી....
હે...તું વરસીને જોબન ભીંજાવ રે...
હું તરસી છું અંગ રે અંગમાં રે.....
મને આજ લાગ્યો છે તારો નેડલો રે...
ઓ સાહેબા રે..ઓ સાહેબા રે.....
મને કાંટો વાગ્યો છે તારા પ્રેમનો રે....
હે..... તું મીઠું બોલતી કોયલડી....
મારા દલડાની તું મોહનારી.......
હે.......તું આંખોમાં રમતો કાનુડો...
હું તારી રાધા ચિતડું ચોરનારી.....
મુને આજ મીઠી વાંસલડી સંભળાવ રે.....
ઓ સાહેબા રે....ઓ સાહેબા રે
મને કાંટો વાગ્યો છે તારા પ્રેમનો રે .....
ઓ સાહેબા રે ઓ સાહેબા રે.....
ઓ પાતળી ....ઓ પદમણી રે .....
મને કાંટો વાગ્યો છે પ્રેમનો રે ......
મને કાંટો વાગ્યો છે પ્રેમનો રે......
અંશ ખીમતવી
No comments:
Post a Comment