Wednesday, August 29, 2018

ગીત

પ્રેમના ગીત મારે ગાવા નથી ....
વીતેલા દિવસો યાદ કરવા નથી ....
ઓહ....પ્રેમના ગીત મારે ગાવા નથી.....

આંખોના આંસુઓને ઉભરાવવા નથી...
હદય કેરા સમુંદર વલોવવા નથી ....
ઓહ ...પ્રીતના પાવા મારે વગાડવા નથી....
પ્રેમના ગીત મારે ગાવા નથી......

કાળજે તારા નામ કોતરવા નથી ...
વીતેલા સંભારણા સાચવવા નથી...
ઓહ... હૈયાને મનગમતા ગીત ગાવા નથી...
પ્રેમના ગીત મારે ગાવા નથી....

આંખોના ઉજાગરા કરવા નથી.....
વિરહના પડખા મારે બદલવા નથી....
ઓહ.. દિલના તારને વગાડવા નથી...
પ્રેમના ગીત મારે ગાવા નથી....

પ્રેમના ગીત મારે ગાવા નથી ....
વીતેલા દિવસો યાદ કરવા નથી ....
ઓહ....પ્રેમના ગીત મારે ગાવા નથી

અંશ ખીમતવી

No comments:

Post a Comment