વિચારોને આપણે બે ભાગે વહેંચતા હોઈએ છીએ એક નેગેટિવ 2 પોઝિટિવ. મુખ્યત્વે દરેક વ્યક્તિને આ બે પ્રકારના વિચારો આવે છે. સંશોધન મુજબ દિવસ દરમિયાન વ્યક્તિને 60000 વિચારો આવે છે. જેમાં પોઝિટિવ અને નેગેટિવ વિચારોનો સમાવેશ થાયછે.
મનમાં જે પ્રકારે વિચારો ફૂટે એ જ પ્રમાણે વાતાવરણ સર્જાવા લાગે છે. ઉદા, મનમાં એવું થાય કે નક્કી સામે ભૂત છે તો એ આકડો પણ આપણને ભૂત જ લાગશે અને દોરીની સાપમાં રૂપાંતર થશે.
પોઝિટિવ કરતા નેગેટિવ ચીજ વસ્તુઓ માઇન્ડને જલ્દી આકર્ષે છે ધારો કે બટાકા ભરેલી છાબડીમાં એકાદ બટાકું બગડેલું હશે તો એ આંખની સમક્ષ પહેલું આવશે.મતલબ કે નેગેટિવ પોઝિટિવ કરતા વધુ આકર્ષે છે.
આનંદ પણ વિચારો જ આપે અને દુઃખ પણ વિચારો જ આપે છે. મને એવું લાગે છે સમગ્ર વ્યક્તિત્વ વિચારો પર જ ઘડાય છે. આજના વિચારો એ ગઈ કાલે કરેલા વિચારોનું પરિણામ છે. વિચારો વાદળો સમાન છે. જેમ વાદળો આકાશમાં બેફામ ઉડે છે તેમ વિચારો પણ ઘોડાપુર સર્જાય છે. વ્યક્તિ ત્યારે વિચારોના ચિંતામાં સપડાય છે જ્યારે એ અનિચ્છનીય વિચારોમાં સપડાય છે. ત્યારે એ વ્યક્તિ પોતાની જાતને દોષિત માનવા લાગે છે. અને પછી શરૂઆત થાય છે ડિપ્રેશનની......
આપના મનમાં જાગૃત મન અને અર્ધજાગૃત મન એમ બે પ્રકારે મન આવેલા છે. જેમા અર્ધજાગૃત મનને સમજી જીવન ને ઉમંગમય બનાવીએ....
અંશ ખીમતવી...
No comments:
Post a Comment