Wednesday, April 4, 2018

રચના... મજા આવે !

મારા મનમાં જે છે એ થઈ જાય તો મજા આવે ....
અને મારું ધાર્યું જો થઈ જાય તો મજા આવે !

આ ઉડતા પંખીઓ બિચારા ઝાડ પર માળા બાંધે !
એમને ય જો સુરક્ષિત ઘર થઈ જાય તો મજા આવે !

ઓહો ! આ ચાંદની કેટલી મદહોશ ચાંદની ફેલાવે છે
એની સામે જ મારું ઘર થઈ જાય તો મજા આવે !

અને લાગે છે કે એજ મારી સામે ઝાંખીને ઉભા છે
પણ આ અમાસ જો પૂનમ થઈ જાય તો મજા આવે !

" અંશ" તારી પ્રેમીકા તો રાધાથી એ સુંદર લાગે છે ,
પણ જો એ રૂકમણી થઈ જાય તો મજા આવે !

અંશ ખીમતવી

No comments:

Post a Comment