સમય આવે ત્યારે મિત્રો બદલાઈ જતા હોય છે...
જેમ ડુંગરા દૂરથી રળિયામણા લાગે પણ જેમ નજીક જઈએ ત્યારે એની અસલિયત ખબર પડે છે. એમ મિત્રનીજેમ નજીક જઈએ તેમ એની હકીકતની જાણ થાય છે. જેની સાથે આપણે હદયથી ,લાગણીથી જોડાઈ ગયેલા હોઈએ અને એ લાગણી ના તાર તૂટે ત્યારે સાલું બહુ દર્દ થતું હોય છે. એવું નથી કહેવા માંગતો કે બધા મિત્રો સમય પ્રમાણે પોતાના રંગો બદલતા હોય છે ઘણા એવા મિત્રો હોય છે ભાઈ કરતા પણ વધારે નજીક રહેતા હોય છે . એવા સ્નેહી , સહદયી મિત્રોને સલામ છે. એક જાણીતી પંક્તિ એમ કહે છે ' મિત્રો એવો શોધીએ કે ઢાળ સરીખો હોય, સુખમાં પાછળ પણ દુઃખમાં આગળ હોય. " આ પંકિતાઓ બહુ ઓછા મિત્રો સાબિત કરતા હોય છે.
જરાકે બે પૈસા શુ હાથમાં આવે અને એ હવામાં ઉડવા લાગે ! એની સામે ઊભેલો મિત્ર નજરે ના આવે એવું બનવા લાગે છે. એને ખબર નથી સાચું સુખ પૈસામાં નથી પણ પ્રેમ, સંબંધોમાં છે ,લાગણીઓમાં છે, એ માનવ માનવ સાથેના સંબંધોમાં છે. પણ નહીં સમજે કારણકે એને સફળતાનો કેફ ચડેલો હોય છે . અભિમાનના ચશ્માં પહેરેલા હોય છે. પણ સમય આવે ત્યારે એ બધું અદશ્ય થઈ જાય છે . એ ખાસ મનમાં યાદ રાખવા જેવું છે.
જિંદગી બીજું કાંઈ નથી બસ એક સફર છે . આજે છીએ કાલે કોણે દેખી ! કોઈનું કંઈ નક્કી નથી . મિત્રો! માટે બે શબ્દો લખી ને કહું છું કે કોઈની લાગણી એળે નહિ જાય . ક્યારે મિત્ર ની લાગણી સાથે ખેલ ન માંડવા નહિ તો એ આરપાર નીકળતા વાર નહિ લાગે......
આ એવા મિત્રોને અનુસંધાને લખ્યું છે. કે જે કાચિંડાની જેમ રંગો બદલે છે. ...બસ મિત્રો ફરી મળીશુ હદયના શબ્દો એ અંશ ના કલમે..
અંશ ખીમતવી....
No comments:
Post a Comment