આતમને જાણી લે પ્રભુને જાણીલે
આતમને જાણીલે પ્રભુને જાણીલે
જાણીલે ઘટમાં રહેનાર રામને પ્રાણીડા ,
હે તારો જન્મારો રે સુધરી જાશે ...
હે તારો ભવ રે ભવ તારો સુધરી જાશે
આતમને.....
હે ...આડું રે દેખી તું મત રે ચાલજે
કોઈ બોલાવે તો એના પાસ રે જાજે
નાના મોટાનું માન રાખજે ......
હો..નાના મોટાનું માન રાખજે...
આતમને.....
ભાઈ ભેરૂના તું સંગે રે રહે જે
તડકા છાયામાં તું ભેગો રહે જે
હે.. સંબંધોમાં ગાંઠ ના પાડજે..
હે રામનું નામ તું ના ભૂલજે .....
આતમને જાણી લે પ્રભુને જાણી લે...
જાણીલે ઘટમાં રહેનાર રામને પ્રાણીડા....
અંશ ખીમતવી
ગામ - ખીમત ( ડીસા)
No comments:
Post a Comment