એકાંતમાં જ્યારે કુદરતના ખોળે બેઠો હોઉં ત્યારે વિચારુ કે આ જિંદગી શુ છે ? આ માનવ મહેરામણ આ બધું છે શું ? જન્મ થવો, મૃત્યુ થવું આ બધું રહસ્ય વિચારોને ચકડોળે ચડાવી મૂકે એમ છે. પણ હા એટલું તો બધાએ સમજવું જ પડે કે જિંદગી ઘરથી સ્મશાન સુધીનો માત્ર રસ્તો છે. આપણે જિંદગીમાં કેટલું હાય મારુ હાય મારુ કરીએ છીએ . પણ શાંત મને વિચારતા ફલિત થાય કે જિંદગીમાં આપણે શું લઈને આવ્યા હતા. અને શું લઈ જવાના છીએ.
ખરેખર કેટલું જીવવું એ મહત્વનું નથી પણ હા એ જરૂર મહત્વનું છે કે આપણે કેવું જીવ્યા છીએ. જીવન જીવવું અને સારી રીતે જીવી જાણવું એ એક કલા છે. અને એક વાત યાદ રાખવા જેવી છે કે જિંદગીમાં સૌથી મહત્વ નું હોય તો એ છે પ્રત્યાયન કૌશલ્ય . જો આપણી પાસે આ વાત કરવાની કલા હશે તો આપણે સંબધો વિકસાવવામાં માહિર થઈ જઈશું. આમ તો અનેકો વાત છે. જિંદગી વિશે લખવા બેસીએ તો કદાચ જિંદગી ઓછી પડે !
વધારે કઇ નથી કહેતો પણ એટલું ચોક્કસ કહીશ કે લાઈફમાં અનેકો ખેલ થાય છે જેમાં આપણે એક પાત્ર તરીકે ભાગ ભજવીએ છીએ . જિંદગી જેટલી પણ જીવાય મીઠા મધ જેવી જીવવી જોઈએ. જિંદગી એક પછી એક પ્રેમના દીપ પ્રગટાવતી હોવી જોઈએ. ઘણી વાર એવા સમય પણ આવે કે જે તમારે નહોતું કરવું પણ થઈ જાય છે તો એવા પળે ધીરજથી અને સચોટ માહિતી જાણી ને ઉકેલ લાવવો જોઈએ .નહીં તો તમે મુશ્કેલીમાં સંપડાઈ જશો. અને ન ધાર્યું હોય એવું પરિણામ પ્રાપ્ત થશે.
અંતે એટલું જ કહીશ કે જિંદગી ને જીવી જોઈએ એને માણી જોઈએ. અને સંબંધોના છોડ વાવીએ . જીવીએ અને જીવવા દઈએ .
" જિંદગી હોય હસતી બધે ,
પ્રેમ ભાવો પ્રસરતી બધે ....
અંશ ખીમતવી...
No comments:
Post a Comment