Sunday, September 17, 2017

કાનાની રીંગટોન બંધ થઈ !!

કાનાની રીંગટોન
આવતી બંધ કેમ થઈ ?
રાધા  બેઠીછે  રીસાણે
એવું તે શું હશે કારણ ?
પ્રેમ નું બેલેન્સ તો અન લિમિટેડ
હોય છે
ને મોબાઇલ દિલનો હેમખેમ છે
તો શાને  મૂંઝવણ મને થઈ ?
કાનાની રીંગટોન આવતી
બંધ કેમ થઈ ?
રાધાથી એક પળ ન જાય હવે
પાડી મૂકી છે ચારેકોર બૂમ
રાધાની સાંભળી બૂમ ગોપીઓ
 થઈ છે ભેગી
ધક ધક ધડકન રાધાની બોલી
 ખબર છે તમને કંઈ
મારા કાનાની રીંગટોન આવતી બંધ થઈ !
અંતમાં ન કારણ હાથમાં આવ્યું
રાધા, ગોપી, ગોવાળોએ કર્યુ છે  સ્મરણ
ત્યાં બોલ્યા છે નારદ જી આવી
મને ખબર છે કાનાની રીંગ કેમ
બંધ થઈ
નારદ જી બોલ્યા કાનાની ધૂન
 આધાર કાર્ડ થી લીંક નથી થઈ
એ કારણથી કાનાની રીંગ બંધ થઈ ......

અંશ ખીંમતવી

No comments:

Post a Comment