Wednesday, August 9, 2017

પ્રેમ !

પ્રેમ ......બે શબ્દ " શ્વેતના હદયના...

પ્રેમ શબ્દ સાંભળતા જ હદય હિલોળે ચડે ! જાણે નવીન જ અનુભૂતિ થાય . પ્રેમ શબ્દ માત્ર અઢી અક્ષરનો જ છે પણ એને સમજવા , પ્રેમને માણવા   જિંદગી ની જિંદગી પણ ઓછી પડે . ખરેખર પ્રેમ વિના જીવન શૂન્ય જ લાગે ! પ્રેમ ન હોય એવું વિચારીએ તો પણ સાવ ફિક્કુ જીવન લાગે . છે .પ્રેમ તો મધુર રસ છે પ્રેમ અમૃત છે ખરેખર પ્રેમ નો પ્યાલો જેણે જેણે પીધો  એને જ ખબર હોય કે પ્રેમ છે શું ?  પ્રેમ વિશે રાધાને પૂછો પ્રેમ વિશે મીરાને પૂછો . એમના જીવનમાં ડોકીયું કરીએ ત્યારે ખબર પડે કે સાચો પ્રેમ તો એમને જ પીધો છે . એટલે જ કહું છું વ્હાલા " " ""પ્રેમ તો પ્રેમ છે
મને વરસોનો વ્હેમ છે
શું કામ એને જઈ પૂછું
તને મારાથી પ્રેમ છે !!

મેવાડા ભાનુ " શ્વેત

🌹🍃🍃🍃🍃🍃🍃🍃🌹

No comments:

Post a Comment