નીકળી ગયો છું ન પાછો ફરીશ
ડગલે ડગલું ભરી રસ્તો કરીશ
નીકળી ગયો છું ન પાછો કરીશ
કાચબે પગલે ધીમું ચાલીશ
નજર ની સમક્ષ લક્ષને રાખીશ
ધારી લીધું છે તો ધાર્યું કરીશ
નીકળી ગયો છું ન પાછો ફરીશ
માછલીની સીધી આંખને તાકીશ
થોડી થોડી ધીરજ રાખીશ
લક્ષ્ય ને વીંધીને હુંકાર ભરીશ
નીકળી ગયો છું ન પાછો ફરીશ
ડગલે ડગલું ભરી રસ્તો કરીશ
મેવાડા ભાનુ "" શ્વેત ""
No comments:
Post a Comment