એ હવે તો તારું મૌન
તોડ !
આજે વર્ષો ના વર્ષો
વીતી ગયાં છે
માત્ર અઢી અક્ષર બોલ !
એ હવે તો તારું મૌન તોડ !
ખબરછે આપણે બે બાગમાં મળતાં
ને જતી વેળે વળતાં વળતાં જોતાં
એ પ્રેમનો એ ભેદ ખોલ
એ હવે તો તારું મૌન તોડ !
કાગળની નૈયા આપણે બનાવતાં
નામ તારું ને મારું પેલે પાર કરાવતાં
એ સિંચેલું સમણું હવે તો ખોલ
એ હવે તો તારું મૌન તોડ !
શ્વેત "નું હૈયું એક જ રાગ રાગે
વર્ષો વિત્યાં ને આજે રાતો રાત જાગે
એ કબરને બસ એટલું જ કહે હવે તો બોલ !
એ હવે તો તારું મૌન તોડ !!
મેવાડા ભાનુ "શ્વેત
No comments:
Post a Comment