જેના પર અતૂટ વિશ્વાસ હતો
એને જ વિશ્વાસ તોડ્યો હશે
હજું તો માનવામાં નથી આવતું
ઓ હદય ખરેખર તારી સાથે એ
રમી ગયાં ,
પોતાના થઈ એ બાજી ખેલી ગયાં
ના રે ના હજું તો મને માનવામાં નથી આવતું !!
સાચે જ તું મને ક્યારેય યાદ નહિ કરે
પહેલાની જેમ પ્રેમ ની વાત નહિ કરે
સાચે જ હવે કોઈ મુલાકાત નહિ કરે
તારા વગર ઘડિયે નથી ફાવતું
હજું તો મને માનવામાં નથી આવતું !!
મારો નંબર શું તે બ્લોક કર્યો છે
કા તે નંબર ડીલેટ કર્યો છે
હજું તો માનવામાં નથી આવતું !!
હથેળી એમની શું લાલ હતી
ઓઢેલી ચુંદડી સોળ શણગાર હતી
મારી આંખો અશ્રુઓએ ચોધાર હતી
હજું મને માનવામાં નથી આવતું !
હાથમાં એમની ખંજર હતી
મારી લાશની આસપાસ ખબર હતી
હજું શ્વેત તને માનવામાં નથી આવતું !!?
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment