Wednesday, June 14, 2017

જોડકણાં

જોડકણાં ...

લીંબુ રે લીંબું
ગોળ ગોળ લીંબું
ખાટું મીંઠું લીંબું
લીલું પીળું લીંબું.......

કેરી રે કેરી
ખાટી મીઠી કેરી
લીલી પીળી કેરી
મને ભાવે કેરી .......

બટાકું રે બટાકું
નાનું મોટું બટાકું
મને ભાવે બટાકું .....

તડબૂચ રે તડબૂચ
મોટું ગોળ તડબૂચ
લાલ લીલું તડબૂચ
મીઠું મીઠું તડબૂચ
મને ભાવે તડબૂચ ...

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment