Tuesday, June 13, 2017

ચાલી જાય હવે !!

ઘડી પણ ન મારી જાય હવે
રોજ યાદ આવી જાય હવે

 દૂર પણ નથી કે ન  મળાય ,
 વેદના મારી સરકી જાય હવે !

તારા લીધે તો ખીલી જિંદગી
તારા લીધે  જ ખરી જાય હવે !

તારું નામ  લખું છું  વિચારોમાં ,
પછી  એની છબી રહી જાય હવે !

વળતો જવાબ આપી શકે તો ,
શ્વેત ની જિંદગી ચાલી જાય હવે !!

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment