Tuesday, June 6, 2017

વરસી જા વરસાદ તું !!

આવીને વરસી જા વરસાદ તું
ધરાને મહેકાવી જા વરસાદ તું

 તું પણ આમ પ્રેમીકા માફક છે  હો
હવે તડપ ભીંજાવી જા વરસાદ તું !

પુકારે છે  તરસ્યા વન, માનવ, પંખીઓ ,
કાન ખુલ્લા રાખી સાંભળી જા વરસાદ તું !

એક બે ટીપામાં તરસ છીપાશે નહિ ,
હાશ ના તળાવો છલકાવી જા વરસાદ તું !

લે કરું તને સ્માર્ટ ફોનથી રીંગ ટોન ,
આવીને ફોરજી માં વરસી જા વરસાદ તું !

આવીને વરસી જા વરસાદ તું
ધરાને મહેકાવી જા વરસાદ તું

🌧મેવાડા ભાનુ " શ્વેત ⛈🌨

No comments:

Post a Comment