જોયેલાં સમણાઓ
પૂરા થશે
એ પહેલાં અનેક
રાત ને
દિવસો .
એક કરવા પડશે ,
એટલે કે
સમય પહેલાં જાગવું પડશે
પરિશ્રમ કરવો પડશે
શ્રદ્ધા સંગાથે રાખવી પડશે
મા બાપની સેવા કરવી પડશે
તડકા છાયાં જોવા પડશે
આમને આમ
એક દિવસ
ભાગ્યોદય થશે
સૂર્યોદય થશે
સમણાં સામે ચાલી આવી
આંખોમાં ભળશે ..... !!
મેવાડા ભાનુ " શ્વેત
No comments:
Post a Comment